શ્રી મોદીને કારણે વિશ્ર્વમાં ભારતને નવી ઓળખ મળી : શ્રી રૂપાલા

અમરેલી,
કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે અમરેલીના ઈશ્વરિયામાં લોકભાગીદારીથી નિર્માણ થયેલા મોક્ષધામનું લોકાર્પણ સંપન્ન થયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ભરતભાઈ સુતરીયા અને અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી, કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સરકારના અનુદાન અને લોકભાગીદારીથી નિર્માણ પામેલા મોક્ષધામનું ગ્રામજનોની ઉપસ્થિતિમાં લોકાર્પણ થયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્ધબોધન કરતા ગામના સરપંચશ્રીએ જણાવ્યુ કે, આ મોક્ષધામના નિર્માણ માટે રુ. 10.81 લાખના સરકારી અનુદાન, મદદ ટ્રસ્ટના રુ. 23 લાખના અનુદાન અને દાતાશ્રીઓ દ્વારા આપવામાં આવેલ અનુદાનથી મોક્ષધામ નિર્માણ પામ્યું છે. આ પ્રસંગે ગામના અવિરત વિકાસ માટે માર્ગદર્શન આપવા અને રાજ્ય સરકારની તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ થકી ઈશ્વરિયાના સુવિધાસભર ગામ બનાવવા માટે તેમણે કેન્દ્રીય મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્ધબોધન કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનમાં સમગ્ર વિશ્વમાં ભારતની નવી ઓળખ સ્થાપિત થઈ છે. નવા ભારતનો રોડ મેપ જોઈને સમગ્ર વિશ્વના અગ્રણીઓ ભારતમાં મૂડી રોકાણ કરવા માટે ઉત્સુક છે. આ મૂડી રોકાણના લીધે નવી પેઢીના યુવાનોને ઉદ્યોગ ધંધા રોજગારમાં ફાયદો મળશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા ઐતિહાસિક વિકાસકાર્યોની વિશે જણાવ્યુ હતુ. તેમણે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં અમર ડેરી ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, ગ્રામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા