જાફરાબાદમાં યુવાનને મારમારી વિડીયો કલીપ બનાવી પરાણે કબુલાત કરાવતા ગાળાફાંસો ખાઇ જતા મોત

અમરેલી,
જાફરાબાદમાં રહેતા કિરણભાઇ પરશોતમભાઇ બારૈયા ઉ.વ.22ને ગત તા.5-3-24ના પ્રકાશ ભાણજીભાઇ બાંભણીયા રહે. જાફરાબાદ વાળાએ ફોન કરી લાઇટ હાઉસ પાસે બોલાવી શરીરે આડેધડ મુંઢમારમારી તેની વિડીયો કલીપ બનાવી તેમાં બળજબરીથી કબુલાત કરાવી તેની વીડીયો વોટસએપમાં વાયરલ કરતા પોતાને લાગી આવતા પોતાના ઘરે પંખા સાથે ચુંદડી વડે ગાળા ફાંસો ખાઇ જતા મોત નિપજતાં મરણ જનારના માતા જસાબેન પરશોતમભાઇ બારૈયાએ જાફરાબાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આ બનાવની તપાસ પીઆઇ એ. આર. ભાસ્કન ચલાવી રહ્યા છે.