ધારીમાં ભાજપની બેઠક લેતા શ્રી ચુડાસમા, શ્રી જાડેજા

અમરેલી,
લોકસભાની ચૂંટણી માટે ભાજપનાં આગેવાનો કાર્યકરો સક્રિય થયા છે સાથે સાથે આજે ધારીમાં ભાજપની શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને શ્રી હકુભા જાડેજાએ બેઠક લીધી હતી.આગામી ચૂંટણીમાં ભાજપના વિજય રથને આગળ વધારવા અમરેલી લોકસભાના ક્લસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમાની ઉપસ્થિતીમાં ધારી તાલુકાનાં કાર્યકરોને ચુંટણીલક્ષી માર્ગદર્શન આપી પાર્ટીના સંકલ્પ પત્ર માટે મુલ્યવાન સુચનો મેળવવા અને બુથને વધ્ાુ સશક્ત કરી લોકસભા બેઠક જંગી બહુમતીથી જીતાડવા હાંકલ કરી હતી. આ બેઠકમાં શ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા અને શ્રી હકુભા જાડેજા, સાંસદશ્રી કાછડીયા, ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, પુર્વ ધારાસભ્યશ્રી મનસુખ ભુવા, શ્રી નલીન કોટડીયા, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી રાજેશ કાબરીયા, શ્રી મેહુલ ધોરાજીયા, શ્રી રમણીકભાઇ સોજીત્રા, શ્રી ખોડભાઇ ભુવા, શ્રી શરદ પંડયા, શ્રી રામભાઇ સાનેપરા, શ્રી જીતુભાઇ જોષી સહિત કાર્યકર્તાઓની ઉપસ્થિતી હતી.