શ્રી મોદીનાં હસ્તે આજે હાઇવે અને રેલ્વેનાં કામોનું ઇ – ખાતમુહૂર્ત

અમરેલી,
આગામી તા. 11 માર્ચ, 2024 ના રોજ માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દિલ્લી ખાતે થી મહુવા – જેતપુર નેશનલ હાઇવે નં. 351 અંતર્ગત પેકેજ – 3 ગાવડકા ચોકડી થી બગસરા સુધીના કામનું ઇ – ખાતમુહુર્ત કરવાના છે. ત્યારે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, સદર રસ્તાને કુલ પાંચ પેકેજમાં વિભાજિત કરેલ છે. જેમાથી પેકેજ-1 મહુવા થી બઢડા સુધીના કામનું ખાતમુહૂર્ત થઈ ગયેલ છે અને તા. 11 ના રોજ આદરણીય વડાપ્રધાન પેકેજ-3નું ઇ – ખાતમુહૂર્ત કરવાના છે. સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છે કે, ગાવડકા ચોકડી થી બગસરા સુધીના માર્ગને અપગ્રેડ કરવાનો જોબ નંબર ભારત સરકારશ્રીના સડક અને પરિવહન મંત્રાલય, નવી દિલ્હી દ્વારા તા-20/02/2024 ના રોજ મળેલ છે. જેની લંબાઈ 19 કીમી અને અંદાજિત રાશિ રૂ. 129.00 કરોડ છે. જેમાં રસ્તાની સપાટીની સુધરણા, બોક્સ અને પાઇપ કલ્વર્ટ નવા બનાવવા, રસ્તાનુ મજબુતી કરણ, જંકશન ની સુધારણા વગેરે જેવા કામોનો સમાવેશ થયેલ છે.અમરેલી જિલ્લાના તમામ પ્રાણ પ્રશ્નોનુ નિરાકરણ લાવી કરોડો રૂપિયા મંજૂર કરવા બદલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ, કેન્દ્રિય સડક અને પરીવહન મંત્રી શ્રી નીતિનભાઈ ગડકરીજી અને મોદી સરકારનો પ્રજાજનો વતી આભાર વ્યક્ત કરેલ છે.રેલ્વે દ્વારા રૂા.30.789 કરોડના કામો ગુજરાતમાં પ્રગતિમાં હોય રૂા.8332 કરોડના કામોનું બજેટમાં સમાવેશ કરેલ છે. નિયત થયેલ ઓનલાઇન કાર્યક્રમ મુજબ આજે અમરેલીમાં સવારે 8 કલાકે ખીજડીયા, અમરેલી ગેઇજ પરિવર્તનની કામગીરીનું ખાતમુહુર્ત અને મોટા લીલીયા ખાતે પીપાવાવ લીપ એગ્રી લોજીસ્ટીક લીમીટેડની સુવિધાઓની લોકાર્પણ વિધી ઓનલાઇન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા યોજાનાર છે તેમ રેલ્વે સુત્રોમાં જાણવા મળ્યુ