અમરેલીમાં બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો

અમરેલી,
અમરેલી માણેકપરા શેરી નં.9માં રહેતા જીતેન્દ્રભાઇ પરશોતમભાઇ સોજીત્રા તા.9-3થી 10-3-24ના 11:00 દરમિયાન ધારીના વિરપુર ગઢીયા ગામે ફાર્મ હાઉસ ગયેલ ત્યારે કોઇ અજાણ્યા શખ્સોએ મકાનના તાળા તોડી રૂમમાં પ્રવેશ કરી કબાટની તિજોરીમાં રાખેલ કન્ટ્રકશનના ધંધાના તથા પત્ની બચતના મળી કુલ રોકડ રૂપિયા 1,96,000ની ચોરી કરી ગયાની અમરેલી સિટી પોલીસ મથકમાં ફરિયાદ