બાબરાના નિલવડા ગામની સીમમાં પરપ્રાંતિય પ્રેમી પંખીડાનો આપઘાત

અમરેલી,
મુળ એમ.પીના હાલના બાબરા તાલુકાના નિલવડા ગામે ભાભલુભાઇ આપાભાઇ ધાધલની વાડીએ કામ કરતાં ધ્ાુમસિંગ ધન્નાભાઇ બિલવડાવાળાની દિકરીને ધુમસિંગના કૌટુંબિક સાળા ક્રિષ્ના સાથે ભાગી ગયેલ હતી અને બન્નેનો મામા ભાણકીનો સબંધ થયો હોય અને ઘર મેળે સમાજના આગેવાનો મળી સમાધાન કરી દિકરીને પરત નિલવડા લઇ આવેલ હતાં. તા.9-3ના વહેલી સવારે દિકરી તથા ક્રિષ્ના બન્ને પ્રેમ સબંધ હોય ધ્ાુમસિંગની વાડીએ સેઢા ઉપર જઇ એકબીજા વગર રહી શકે તેમ ન હોય અને સામાજિક રીતે સબંધ યોગ્ય ન હોય જેથી બન્નેએ પોતે પોતાની મેળે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા મોત નિપજયાનું બાબરા પોલીસ મથકમાં જાહેર કરેલ