આસોદરમાં બજરંગ કોટેક્ષમાં આગ લાગતા 25 ટ્રક કપાસ સળગી ગયો

અમરેલી,
અમરેલી જિલ્લાના આસોદર મુકામે આવેલ ” જય બજરંગ કોટેક્સ “માં 3:15 વાગ્યાના સુમારે અચાનક આગ લાગવાની ઘટના બનેલી હતી આ ઘટનાની જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલી કંટ્રોલરૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચ સી ગઢવી ની આગેવાની હેઠળ ફાયર ફાઈટર ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના પહોંચી હતી અંદાજે 25 એક ટ્રક કપાસ કમ્પાઉન્ડમાં આગની જપેટમાં આવ્યો હતો ફાયર ઇમર્જન્સી સર્વિસ ની સત્રકતા ના કારણે એકાદ કલાકની ભારે જહેમત બાદ ચાર જેટલા ફાયર વ્હીકલ ઘટના સ્થળે દોડાવી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટના માં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલ નથી. આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ પ્રવીણભાઈ ચૌહાણ, સાગરભાઇ પુરોહિત, કૃષ્ણભાઈ ઓળકિયા, ગોહિલ ભગવતસિંહ, સવજીભાઈ ડાભી, ભુરીયા જગદીશ ભાઈ,ઈસોટીયા જયદીપભાઇ ધવલભાઈ ચાવડા, ઇન્દ્રજીતભાઈ ખુમાણ, જયદીપભાઇ વગેરેઓએ મુખ્ય ભૂમિકા ભજવી .