અમરેલીમાં બ્રોડગેજ કામગીરી બદલ બંને સાંસદોનો આભાર વ્યક્ત કરાયો

અમરેલી,
12/3/24 નો સૂર્યોદય અમરેલી જિલ્લાની જનતા માટે રેલ્વેની બ્રોડગેજ સુવિધા અર્થે સોનાનો સુરજ ઉગેલ હતો.અમરેલી ના 108 લેખાતા સાંસદ ની જહેમત આખરે રંગ લાવેલ હતી.આજના દિવસે અમરેલી રેલ્વે સ્ટેશન થી ખીજડીયા જંક્શન સુધિ રુ.178 કરોડના ખર્ચે અમરેલી ને પણ જંકશન બનાવવાના ભગીરથ કાર્ય નું પ્રધાન મંત્રી ના વરદ હસ્તે વરચુયલ ખાત મુરત કરવા અંગે બંને સાંસદોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.આ એક હરખ ની હેલી ને વધાવવા રેલ્વે સ્ટેશન ની જગ્યા ટૂંકી પડે તેટલી જન મેદની ઉમટી પડેલ હતી.ત્યારે આ ભગીરથ કાર્ય ના મહારથી સાંસદ નારણભાઇ કાછડીયા તેમજ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાને અભિનંદન આપવા લોકો ઉમટી પડેલ હતાં.આવા અવસરે બંને સાંસદો ની જહેમત થી અમરેલી ને બ્રોડગેજ સુવિધા મળવા અંગે અમરેલી જિલ્લા ભા.જ. પ.ના અગ્રણી રાજુભાઈ મિલન દ્વારા જિલ્લાની જનતા વતી નારણભાઈ કાછડીયા અને પુરુષોત્તમભાઈ રૂપાલાનો આભાર વ્યક્ત કરવામાં આવેલ