અમરેલી શહેરમાં પ્રૌઢ પાસેથી બન્ને ક્રેડિટ કાર્ડમાંથી પોણા બે લાખની છેતરપિંડી કરી

અમરેલી,

અમરેલી રણુજા પાર્ક સોસાયટી બ્લોક-એ 01માં રહેતા રવિરાજભાઇ નલીનભાઇ સંપટ ઉ.વ.42ને મો. 8100661023ના ધારકે પંજાબ નેશનલ બેન્કના કર્મચારી તરીેકેની પોતાની ખોટી ઓળખ આપી ક્રાઇમ રવિરાજભાઇના પંજાબ નેશનલ બેન્કના ક્રેડિટ કાર્ડનું વિડીયો કેવાયસી કરવાનું જણાવી મો.6380795271થી વોટસેઅપમાં લીન્ક મોકલી કોઇ એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ક્રેડિટ કાર્ડની વિગત મેળવી રવિરાજભાઇના આરબીએલ અને કેનેરાબેન્કના બન્ને ક્રેડિટ કાર્ડમાંથી જુદી જુદી રકમના અલગ અલગ ટ્રાન્જેકશન કરી કુલ રૂપિયા 1,70,060.12ની છેતરપિંડી કરી ગુનો કર્યાની અમરેલી સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ થતાં બનાવની તપાસ પીઆઇ એ.એમ. પરમાર ચલાવી રહ્યા છે.