અમરેલી-જુનાગઢ-ભાવનગરની કલસ્ટર બેઠક લેતા શ્રી રત્નાકરજી

અમરેલી,
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા અમરેલી,જુનાગઢ તથા ભાવનગર લોકસભાની કલસ્ટર બેઠક ખાતે યોજાય હતી . આ બેઠકમાં પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજી એ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. બેઠમાં આ ત્રણેય બેઠકના કલસ્ટર પ્રભારી શ્રી ભુપેન્દ્રસિહજી ચુડાસમા ,પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા ,અમરેલી લોકસભા સીટના પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહજી (હકુભા) જાડેજા ,અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા ,ભાવનગર જીલ્લા ભાજપ પ્રમુખ આર.સી.મકવાણા હાજર રહયા હતા.આ ઉપરાંત ભાવનગર જીલ્લો ,ભાવનગર મહાનગર ,બોટાદ જીલ્લો , જુનાગઢ જીલ્લો,જુનાગઢ મહાનગર,ગીર સોમનાથ જીલ્લો ,અમરેલી જીલ્લાના પ્રમુખ, પ્રભારી, ત્રણેય લોકસભા સીટના પ્રભારી ,સંયોજક ,વિસ્તારક ઉપરાંત લોકસભા સીટ નીચે આવતી વિધાનસભાના પ્રભારી સંયોજક અને વિસ્તારક જોડાયા હતા.આગામી લોકસભા ચુંટણી માં પક્ષ દ્વારા સંગઠનાત્મક કાર્ય અને ઘડાયેલી રણનીતિ ચર્ચા કરી અને વિશેષ માર્ગદર્શન સંગઠન મહામંત્રી પ્રદેશ શ્રી રત્નાકરજી એ આપ્યું હતું.બેઠક સફળ બનાવવા બદલ રત્નાકરજી એ અમરેલી જીલ્લા ભાજપને અભિનંદન આપ્યા