અમરેલીનાં લોકોમાં ભારે ઉત્કંઠા : ભાજપના ઉમેદવાર કોણ ?

અમરેલી,
શું લાગે છે ? કોણ જીતશે ? ને બદલે અમરેલીમાં વર્તમાન સમયમાં એક જ સવાલ કોમન બન્યો છે શુ લાગે છે ? ભાજપ કોને લડાવશે ? લોકસભામાં ચૂંટણીની હાર જીત કરતા પણ લોકોમાં અમરેલીમાં ભાજપના ઉમેદવાર કોણ છે તે જાણવામાં સૌથી વધ્ાુ રસ દેખાઇ રહયો છે.ભાજપના ગઢ બનેલા અમરેલીનાં લોકોમાં ભારે ઉત્કંઠા છે કે ભાજપના ઉમેદવાર કોણ ? અને તેમા શ્રી જનકભાઇ બગદાણા ઉપરાંત શ્રી દિલીપ સંઘાણી, શ્રી મુકેશ સંઘાણી, શ્રી હિરેન હિરપરા, શ્રી અશ્ર્વીન સાવલીયા, શ્રી ભરતભાઇ સુતરીયા, શ્રી બાવકુભાઇ ઉંધાડના નામોની ચર્ચાઓ સાથે જેમના હાથમાં અમીટ વિજયરેખા છે તેવા વર્તમાન સાંસદશ્રી કાછડીયા રિપીટ થાય છે કેમની અટકળો વચ્ચે અમરેલીના ઉમેદવાર માટે સૌ કોઇ દ્વારા જુદા જુદા નામોની અવિરત ચર્ચા ચાલુ છે હજુ ચૂંટણી જાહેર નથી થઇ ે પહેલા અમરેલીના ઉમેદવારની પસંદગી બાકી હોય કદાચ અમરેલીની જાહેરાત સૌથી છેલ્લે થાય તેવી પણ શકયતા છે.અમરેલી શ્રી નરેન્દ્ર મોદીની નજીક ગણાતા શ્રી દિલીપ સંઘાણી અને શ્રી પરશોત્તમ રૂપાલાની હોમ પીચ હોય ભાજપ અહી દરેક પાસા જોઇને તમામ નિર્ણયો કરે તેવી પુરી શકયતા