રાજયમાં 8 આઇપીએસ અને વર્ગ-1 સંવર્ગના અધિકારીઓની બદલી

અમરેલી,
રાજયના ગૃહ વિભાગ દ્વારા ડિવાયએસપી કક્ષાના અધિકારીઓની બઢતી બદલીનો લીથ્થો નિકળ્યો છે. રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક(બિન હથિયારી)વર્ગ-1ના અધિકારીઓની જાહેરહિતમાં બદલી કરી નિમણુંકો અપાઇ છે. જેમાં અમરેલીના શ્રી જગદિશસિંહ ભંડારીને વિભાગીય પોલીસ અધિકારી તરીકે દાહોદ મુકયા છે. જયારે ભરૂચથી ચિરાગ દેસાઇને અમરેલી મુકયા છે. ગોધરાના વિભાગીય પોલીસ અધિકારી પી.આર.રાઠોડને નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમરેલી એસ.એસટી. સેલમાં મુકયા છે. એ જ રીતે સાવરકુંડલાના ડિવાયએસપી એચ.બી. વોરાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે રાજકોટ સીઆઇડી ક્રાઇમમાં મુકયા છે. તેમજ રાજય પોલીસ દળમાં ફરજ બજાવતા વર્ષ 2020 બેન્ચના આઇપીએસ અધિકારીઓને નિમણુંક માટે પ્રતિક્ષા હેઠળ મુકવામાં આવ્યા છે. જેમાં સુશ્રી બિસાખા જૈન લીમખેડા, રાઘવ જૈન દ્વારકા, જીતેન્દ્ર અગ્રવાલ ઉના, સુશ્રી નિધીઠાકુર કામરેજ, શ્રી સિધ્ધાર્થ કોરુકોંડા દાહોદની નિમણુંક માટે પ્રતિક્ષા હેઠળ છે