રાજુલામાં 24 કલાકમાં નવા રોડનાં કામો શરૂ કરવા ધારાસભ્યશ્રી સોલંકીની તાકીદ

અમરેલી,
રાજુલા શહેરના પ્રાણ પ્રશ્ન બાબતે છેલ્લા ઘણા સમયથી વિવિધ ફરિયાદો હતી એ ફરિયાદના અનુસંધાને આજરોજ ધારાસભ્ય દ્વારા પ્રાંત કલેકટર કચેરીએ વિવિધ અધિકારીઓને બોલાવી અને 72 કલાકમાં તમામ કાર્ય પૂર્ણ કરવા અને કામગીરી શરૂ કરવા માટે કડક સૂચનાઓ આપી હતી. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી માર્કેટિંગ યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રવુંભાઈ ખુમાણ ની આગેવાનીમાં પ્રાંત કલેકટર કચેરીમાં મામલતદાર બોરડ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને સાથે રાખી અને રાજુલા શહેરમાં પાંચ અલગ અલગ પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી જેમાં નલ સેજલ યોજના ચાલુ કરવી રાજુલા શહેરમાં આગામી ઉનાળામાં કોઈ પાણીની તકલીફ ન પડે તે માટે સોસાયટીઓમાં પાણીની તંગી છે તેવા વિસ્તારમાં છ જેટલા પાણીના બોર તાત્કાલિક શરૂ કરવા તેમજ રાજુલા શહેરમાં સફાઈ ઝુંબેશ ઉપાડી અને આ સફાઈની ગાડીઓ કયા કયા જાય છે તેનું લાઈવ લોકેશન લેવા માટે જીપીએસ સિસ્ટમ ઉભી કરવી તેમ જ રાજુલા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખૂટ્યાઓનો ત્રાસ છે તે ખૂટ્યાઓને પાંજરે પુરવા આ પ્રશ્નોની ધારદાર રજૂઆત ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અધિકારીઓ સમક્ષ રજુ કરી હતી. વધુમાં રાજુલા માં 3.30 કરોડના ખર્ચે 50 જેટલા નવા રોડ મંજુર કરવામાં આવ્યા છે તેનું કામ આવતીકાલથી શરૂ કરી દેવામાં આવે અને ગુણવત્તા વાળું બને તે માટે અધિકારીઓને સતત મોનિટરિંગ કરી કાર્યવાહી કરવા માટે કડક સૂચનાઓ આપી હતી ગુજરાત રાજુલા શહેરમાં સીટી સર્વે કચેરીમાં અમુક મકાનો ચડાવવામાં જે વીસંગતતાઓ છે તે દૂર કરવા માટે અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી