કોપર- ખાતર ઉદ્યોગ જિલ્લાના વિકાસને વેગ આપશે

અમરેલી,
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ તાલુકામાં આગામી 3 વર્ષમાં રૂ. 10,000 થી 15000 કરોડથી વધુ રકમના મૂડી રોકાણથી ઇન્ડો એશિયા કોપર લિમિટેડની કોપર રિફાઇનરી અને ડીએપી અને એનપીકે જેવા ખાતરો બનાવવાના ઉધ્યોગની સ્થાપના કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવતી 13મી માર્ચે લોક સુનાવણી યોજી અને લોકોના પ્રશ્નો અને સૂચનો લેવામા આવ્યા હતા જેમા સ્થાનિક લોકોએ રજૂઆતો કરી છે.કોપર કંપની ડાયરેકટર પ્રશાંત પંડ્યા દ્વારા વિગતો અપાઇ હતી કે, આ પ્લાંટની ટેકનોલોજી જાપાન અને જર્મનીની પ્રખ્યાત મિત્સુબીસી અને થિસક્રૂપ પાસેથી મેળવવાના કરારો કરવામાં આવ્યા છે. દેશમાં પ્રથમવાર શૂન્ય પ્રદૂષણ ટેક્નોલોજી અપનાવી પર્યાવરણની જાળવણી કરાશે બનશે. આ પ્લાંટમાં “શૂન્ય” પ્રદૂષણ ટેક્નોલોજીનો ઉપયોગ થવાનો હોઈ, પ્રવાહી, વાયુ કે ઘન પ્રદૂષકો પ્લાંટની બહાર નીકળશે નહીં અને પર્યાવરણને કોઈ નુકશાન પહોચશે નહીં. આ ઉપરાંત 33 ટકા જમીનમાં ગ્રીનબેલ્ટ બાનવવામાં આવશે પ્લાંટમાં વપરાશ થનાર કાચામાલ અને ફાઇનલ પ્રોડકટના પરિવહન માટે વિપુલ પ્રમાણમા ટ્રાન્સપોર્ટ માળખાનો વિકાસ થશે. એક અંદાજ મુજબ 16.5લાખ ટન ખાતર સમગ્ર દેશમાં મોકલાશે જ્યારે 10 લાખ ટન કોપર તેમજ સોનું અને સેલિનિયમ જેવી કીમતી ધાતુ ઉત્પન્ન થશે. માત્ર 1.30 કરોડ ટન કાચા માલના પરિવહન માટે વિપુલ સંખ્યામાં ટ્રકો અને ડમ્પરો જેવા વાહનોની જરૂરિયાત પડશે. આ ઉપરાંત પીપાવાવ બંદર અને રેલ્વે લાઇનનો વપરાશ થશે. સમગ્ર અમરેલી જિલ્લાનું આ સહુથી મોટું મૂડી રોકાણ હશે. કંપનીએ પ્રથમ તબક્કા માટે જરૂરી જમીન ખેડૂતો પાસેથી સીધી ખરીદ કરી છે. હવે વધુ જમીન ખરીદવાની તાત્કાલિક કોઈ આવશ્યકતા રહેતી નથી.કંપનીના ડાયરેકટર પ્રશાંત પંડ્યાના કહેવા પ્રમાણે કંપનીમાં સીધી અને પરોક્ષ 3000 કરતાં વધુ રોજગારીનું સર્જન થશે. કંપની કાર્યરત્ત થતાં, સ્થાનિક વિકાસના કામો, રોજગારલક્ષી તાલીમ, સ્થાનિક શિક્ષણ અને આરોગ્ય સુવિધામાં વધારો વગેરે જેવાં કામો એક ખાસ કમિટી બનાવી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત કોવિડની મહામારી વખતે કંપની દ્વારા ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં અનેક ઓકિસજન પ્લાન્ટો સ્થાપવામાં આવેલાં અને મહામૂલી અનેક માનવ જિંદગીને બચાવી લેવાનું કાર્ય કરેલ. આ ઉપરાંત ગુજરાત સરકારને પણ ઓકિસજન પ્લાંટો માટે જરૂરી કેટલિસ્ટ જર્મનીથી માંગવી વીનામૂલ્યે પૂરું પાડેલું. ઇન્ડો એશિયાની પૈતૃક કંપની દ્વારા વડોદરા જીલ્લામાં ચાલતા પ્લાંટો, “શૂન્ય પ્રવાહી ડિસ્ચાર્જ” પર ચાલે છે અને કંપની દ્વારા આજુ બાજુના ગામોને આર.ઓ. પ્લાંટની સુવિધા, શાળાના સ્માર્ટ વર્ગ ખંડો જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ