વડીયા એસબીઆઇ લેણી રકમ વસુલવાનાં દાવામાં પરાજીત

અમરેલી,
તા.20-3-23નાં વડીયા પ્રિન્સીપલ સિવિલ કોર્ટમાં સી.પી.સી. કલમ-9 મુજબ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વડીયા શાખાનાં વાદી બ્રાન્ચ મેનેજર દ્વારા લોનની લેણી રકમ વસુલવા માટેનો રેગ્યુલર દીવાની મુકદમા ન.7/23 થી પ્રતિવાદી જયરાજભઇ સુરગભાઇ વાળા પાસેથી રૂા.1,87,710 વસુલવા તેમજ દીવાની મુકદમા ન. 8/23 પ્રતિવાદી મુકેશભાઇ હરજીભાઇ પડાયા પાસેથી રૂા.2,77,484 તથા રેગ્યુલર મુકદમા નં.9/23 થી પ્રતિવાદી જયંતિભાઇ સોમાભાઇ સોંદરવાનાઓ પાસેથી રૂા.3,88,786 મળી કુલ રૂા.8,53,980 વસુલ મેળવવા વાદી બેન્ક દ્વારા દાવાઓ દાખલ કરવામાં આવેલા હતાં. તેમજ વાદીએ દાવાઓ રજુ કરવા માટે કુલ રૂા.29,850 કોર્ટ ફી પેટે ચુકવેલા હતા. ત્યાર બાદ વડીયાનાં પ્રિન્સીપાલ સિવિલ જજ કોર્ટમાં સમગ્ર દાવાઓ ચાલેલ હતાં. તમામ દાવાઓમાં વાદી સ્ટેેટ બેંક ઓફ ઇન્ડિયા વડીયા શાખાનાં મેનેજર દ્વારા દાવાઓ દાખલ કરવામાં આવેલ હતાં તેમજ પ્રતિવાદીઓનાં બચાવ તરફે ઓડવોકેટ મેહુલ રાઠોડ રોકાયેલ હતાં.