રાજકોટ જિલ્લામાં છવાઇ જતા શ્રી પરશોત્તમ રૂપાલા

અમરેલી,
રાજકોટ સંસદીય વિસ્તારનાં ટંકારા અને પડધરી વિસ્તારમાં પ્રવાસ કરી ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ ચુંટણી પ્રચાર પ્રસારનાં શ્રી ગણેશ કર્યા છે. શ્રી રૂપાલાએ ટંકારા પડધરી મત વિસ્તારમાં પ્રવાસ કરી કાર્યકરોને સંબોધી મિડીયાને સંબોધન કર્યુ હતું અને જણાવેલ કે, ટુકી નોટીસ છતા કાર્યક્રમમાં લોકોનો ઉત્સાહ જોઇ રાજકોટ બેઠક ઉપર ભાજપ જંગી લીડથી જીતશે. આ ઉપરાંત રાજકોટ ભાજપનાં ઉમેદવાર અને અમરેલીનાં સપુત શ્રી પરશોત્તમ રૂપાલાનાં રાજકોટમાં વિજળી વેગે કાર્યક્રમો શરૂ થયા છે. જેના કારણે રાજકોટ જિલ્લામાં શ્રી પરશોત્તમ રૂપાલા છવાઇ ગયા છે. તેમણે આજે રાજકોટમાં શ્રી ચેતનભાઇ રામાણીના નિવાસ સ્થાને રાજકોટનાં આગેવાનો સાથે બેઠક યોજી ભોજન લીધ્ાુ હતુ અને સંતોનાં આશિર્વાદ મેળવી સૌની સાથે ચર્ચા કરી હતી તથા બીટી સવાણી હોસ્પિટલનાં ફાઉન્ડર ચેરમેન ડો.પ્રદિપ કણસાગરા લીખીત કીડની અને તેની પથરીઓ વિષેની બુકનું વિમોચન શ્રી રૂપાલાએ કર્યુ હતું તથા સ્વ.વિઠ્ઠલભાઇ રાદડીયાનાં પુત્ર અને પુર્વ મંત્રી ધારાસભ્યશ્રી જયેશભાઇ રાદડીયાને ત્યાં મુલાકાત કરી તેમની યાદો વાગોળી હતી અને રાજકોટમાં સાગર પરિક્રમા યાત્રાની બુક અને તેના વિડીયોનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. સાગર પરિક્રમા યાત્રાએ શ્રી રૂપાલાની અદ્દભુદ અને અવિસ્મરીણય કહી શકાય તેવી યાત્રા છે. જે અત્યાર સુધી કોઇ કરી શક્યુ નથી. આ ઉપરાંત જસદણનાં સાણથલી સામુહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ શ્રી રૂપાલાનાં હસ્તે કરવામાં આવ્યું હતું તેમાં શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રીમતી પ્રવિણાબેન રંગાણી, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી રમેશભાઇ ધડુક, શ્રી રામભાઇ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા તથા રાજકોટનાં તમામ ધારાસભ્યશ્રીઓ જોડાયાં