અમરેલી જિલ્લા યુવા કોંગ્રેસના હોદેદારોની નિમણુંક કરાઇ

અમરેલી,
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રભારી શ્રી હરપાલસિંહ જાડેજાની મંજુરીથી અમરેલી શહેર તાલુકા યુવક કોંગ્રેસના હોદેદારોની વરણી કરવામાં આવી છે. તેમાં અમરેલી શહેરના વિધાનસભા વિસ્તાર યુવક કોંગ્રેસના પ્રમુખ પદે જયરાજભાઇ અશોકભાઇ મૈયાત્રા અને તાલુકા વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે આશિષભાઇ અજુભાઇ જેબલીયા તથા રાજુલા જાફરાબાદ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ તરીકે કરણભાઇ અશોકભાઇ કોટડીયાની વરણી કરી છે. જેણે સર્વેએ આવકારેલ છે તેમ જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ દેવરાજ બાબરીયાએ જણાવ્યું છે. જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા નવી ટીમની જાહેરાત થતાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી પ્રતાપ દુધાત, પુર્વ ધારાસભ્યશ્રી પરશેભાઇ ધાનાણી,શ્રી વિરજીભાઇ ઠુંમર, શ્રી જેનીબેન ઠુંમર સહિત અગ્રણીઓએ આવકારી બિરદાવેલ