ચલાલા પોલીસ સ્ટેશનના જુના ચરખા ગામે મંદિર માંથી આભુષણોની ચોરી કરનારને ઝડપી લીધો

અમરેલી,
નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વોરા સાવરકુંડલા વિભાગ સાવર કુંડલાનાઓએ મીલ્કત સબંધી ગુન્હાઓમાં આરોપીને પકડી પાડવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય તેમજ સર્કલ ઇન્સ્પેક્ટર ધારી શ્રી એ.એમ.દેસાઇના માર્ગદર્શન હેઠળ ચલાલા પો.સ.ઈ .આર. આર. ગળચર ની રાહબરી હેઠળ ચલાલા પોલીસ ટીમ દ્રારા આ કામના આરોપીની સઘન તપાસ કરવામાં આવેલ તેમજ બનાવના સ્થળની આજુબાજુમાં સી.સી.ટી.વી ચેક કરવામાં આવેલ સદર ગુન્હાના આરોપીની તપાસ દરમ્યાન મળેલ બાતમી હકિકત તેમજ ટેક્નીકલ સોર્સ આધારે ચલાલા સા.કુંડલા રોડ પરથી આરોપી(1) વિજયભાઇ દેવશંકર ભાઇ બોરીસાગર ઉ.વ.36 ધંધો ખેતી રહે. ઇંગોરાળા તા.ધારી જી.અમરેલી,(2) રાજેન્દ્રકુમાર કાંતીલાલ જીંજુવાડીયા ઉ.વ.68 ધંધો વેપાર રહે. સાવરકુંડલા, ગાંધીચોક તા.સા.કુંડલા જી.અમરેલીને પકડી પાડી સઘન પુછપરછ દરમ્યાન મંદિરમાંથી ચોરી કરેલ આભુષણો સાવરકુંડલા સોનીને વહેચેલ હોવાનું જણાવતો હોય આરોપીને સાથે રાખી સોનીની તપાસ દરમ્યાન સોની વેપારીને પકડી પાડી સોની એ સોના તથા ચાંદીના છતરને ઓગાળી સોનાનુ ઢાળીયુ તથા ટીકડી તથા ચાંદીનો લાટો બનાવેલ હોવાની હકિકત જણાય આવતા મજકુર પાસેથી(1) સોનાનુ ઢાળીયુ તથા ટીકડી વજન-8.330 ગ્રામ કિ.રૂ.39,650 /-,(2) ચાંદીનો લાટો વજન 500 ગ્રામ કિ.રૂ.27,850/- મળી કુલ કિ.રૂ.67,500 /-,(1) એક કાળા કલરની ડીસ્કવર મો.સા. કિ.રૂ.10,000 /-,(2) એક લોખંડની કૌંસ કિ.રૂ.30/-,(3) અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રોકડ રૂ.39,800 /-નો મુદામાલ રિકવર કરેલ છે અને ચલાલા પો.સ્ટે ખાતે કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ