કુંડલામાં હિન્દુ સમાજનાં બે આગેવાનો ઉપર વિધર્મી યુવાનોએ હુમલો કર્યો

અમરેલી,
સાવરકુંડલા મણીભાઈ ચોક રાઉન્ડ પાસે થી હિન્દૂ સમાજ ના યુવા અગ્રણી ભાભલુભાઈ ખુમાણ અને બાઈક લઈને પ્રસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાજુ માંથી સાઈડ કાપી ત્રણ સવારી બાઈક લઈને તેમની બાજુ માંથી વિધર્મી યુવાનો નીકળી આગળ ગાડી ઊભી રાખી બેફામ ગાળો આપવા લાગેલ આથી હિન્દૂ સમાજ ના યુવા અગ્રણી ભાભલુભાઈ ખુમાણ અને વિક્રમભાઈ એ ગાળો આપવાની ના પાડતા ત્રણેય વિધર્મી યુવાનો એ ઉપર હુમલો કરી બાઈક પરથી નીચે પાડી દીધા હતા આ જોઈને સામે ગેરેજ માં બેસેલા અન્ય ચાર વિધર્મી યુવાનો આવીને ગેર કાયદેસર મંડળી રચી ભાભલુભાઈ ખુમાણ અને વિક્રમભાઈ બેરહેમીથી માર મારવા લાગ્યા હતા તથા છરી વડે હુમલો કરતા લોહી લુહાણ હાલત માં સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા તેમજ પાસે રહેલા પૈસા ની લૂંટ ચલાવી હતી આતકે સાવરકુંડલા તાલુકા માંથી મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ના અગ્રણીઓ સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.