રાજકોટમાં ક્રાફ્ટ રૂટ્સ એક્ઝીબીશન નિહાળતા શ્રી રૂપાલા

અમરેલી,
રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાએ વિવિધ ક્ષેત્રનાં આગેવાનો, કાર્યકર્તાઓ અને દુકાનદારો સાથે સંપર્ક અવિરત શરૂ કર્યો છે. આજે શ્રી રૂપાલાએ રાજકોટમાં યુનિવર્સિટી રોડ ઉપર કવિશ્રી અમૃત ઘાયલ હોલ ખાતે ક્રાફ્ટ રૂટ્સ રાજકોટ એક્ઝીબીશન – 2024 ની મુલાકાત કરી એક્ઝીબીશન નિહાળ્યું હતું તથા રાજકોટ એન્જીનીયરીંગ હોલ ખાતે ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી આ ઉપરાંત તેમણે રાજકોટમાં શ્રીનાથજીની ઝાંખી, મીટીંગો, સન્માન કાર્યક્રમ અને પુજારા ટેલીકોમ પરિવાર તથા મોબાઇલનાં દુકાનધારો સાથે મુલાકાત કરી હતી. તદ્દઉપરાંત પુર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડો.વલ્લભભાઇ કથીરીયા અને તેમના પરિવાર તથા મિત્રો, આગેવાન તથા કાર્યકર્તાઓ સાથે શ્રી રૂપાલાએ બ્રેકફાસ્ટ કર્યો હતો અને રાજકોટનાં પુર્વ ભાજપ પ્રમુખ શ્રી જીતુભાઇ શાહની પણ તેમણે શુભેચ્છા મુલાકાત લીધી