મોટા ઉજળાની સીમમાં જુગાર ધામમાં દરોડો : 14 ઝડપાયા

અમરેલી,
મોટા ઉજળા ગામની લોકી તરીકે ઓળખાતી સીમમાં લોકી મહાદેવના મંદિરની બાજુમાં પડતર કુવા પાસે જાહેરમાં જુગાર રમતા જયદિપ જીવાભાઇ વાળા રહે. અનીડા, પરબત જીવાભાઇ વિરાણી રહે. જેતપુર, રાજેશ ધીરજભાઇ ધડુક રહે. પીઠડીયા, ગોપાલદાસ ભકતીરામભાઇ અગ્રાવત રહે. સરધાર, પ્રકાશ મનસુખભાઇ સખાનંદી રહે. સમેગ્રા, મુસા ઉર્ફે મુસ્તાક ગુલાબભાઇ ધંધ્ાુકીયા રહે. નવાગઢ સામયીના, બળવંત દાનાભાઇ રૂણી રહે. જેતપુર, રોહિત રમેશભાઇ રામ રહે. સમેગ્રા, મનોજ ઉમાશંકરભાઇ લાલા રહે. જેતપુર, અમોદ મહમદભાઇ ગીરાય રહે. નવાગઢ, સંજય હિરાલાલ કાનાબાર, દિનાનાથ નારાયણભાઇ સહાની રહે. જેતપુર વાળાને અમરેલી એલસીબીના હે.કોન્સ જાહિદ મહોમદ યુસુફભાઇ મકરાણીએ રોકડ રૂા.1,32,400, મોબાઇલ નંગ 17 રૂા.93,500, બે ઇકો ફોરવ્હીલ રૂા.6,50,000 મળી કુલ રૂા.8,75,900ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જયારે રેઇડ દરમિયાન જયરાજ સુરગભાઇ વાળા રહે. બરવાળા બાવળ તથા દેવા ઉર્ફે ભીખુ પુંજાભાઇ તરગલા રહે. કડેગીવાળા નાસી છુટયા