આજે ત્રીજી યાદી : અમરેલી માટેનું નામ હજુ બાકી રહે તેવી શકયતા


લોકસભાના ઉમેદવાર માટે ગુજરાતમાં ભાજપ હવે ગણતરીના કલાકોમાં ત્રીજી યાદી જાહેર કરે એવી શક્યતા છે. જેના માટે પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ગુજરાતના દાવેદારોનાં નામો અંગે ચર્ચા પણ કરી ચૂક્યા છે.
ભાજપની ત્રીજી યાદી જાહેર કરવાની તૈયારીઓની સાથે સાથે ગુજરાતમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્રીજી યાદીમાં મહેસાણા અને અમરેલીના ઉમેદવારનાં નામ જાહેર થવાની કોઈ સંભાવના દેખાતી નથી. માત્ર જૂનાગઢ અને સુરેન્દ્રનગર સીટ પર જ ઉમેદવારોનાં નામ જાહેર થશે.