સંવેદનશીલ એવા જાફરાબાદમાં શાંતી સમીતીની બેઠક યોજાઇ

જાફરાબાદ,
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નવનિયુકત એ.એસ.પી. શ્રી વલય વૈધની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ રાખવામાં આવી હતી આગામી હોળી ધુળેટી અને રમજાન માસ ધ્યાને રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્વક તહેવારો ઉજવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું જાફરાબાદમાં ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી જે. આર. ભાચકન તેમજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એસ.ઈશરાણી તેમજ પોલીસ સ્ટાફ ફોસ દ્વારા બજારમાંપેટ્રોલિંગ કરાયું હતું આ મિટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ઈતર સમાજ તેમજ વેપારી આગેવાનો તમામ સમાજના આગેવાનો હાજર રહ્યા