શ્રી પરશોત્તમ રૂપાલાને ફુલડે વધાવતું રાજકોટ

અમરેલી,
ફીર એક બાર મોદી સરકારનાં નારા સાથે રાજકોટમાં ભાજપનો ચુંટણી ટેંપો જામી રહ્યો છે અને ભાજપનાં ઉમેદવાર શ્રી પરશોત્તમ રૂપાલાનો રાજકોટ સંસદીય મત ક્ષેત્રમાં વિજળી વેગે પ્રવાસ શરૂ છે ત્યારે ઠેર ઠેર શ્રી પરશોત્તમ રૂપાલાને ફુલડે વધાવાઇ રહ્યાં છે. આજે રાજકોટ ખાતે 5 હજાર જેટલા મેન્યુફેક્ચરરનાં સૌથી મોટા સંગઠન હાર્ડવેર ગૃપ એશોસીએશન ગૃપનું મહાસંમેલન તથા શ્રી રૂપાલાનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો હતો. આજે રાજકોટમાં વિશ્ર્વ ચકલી દિવસે કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટની પ્રવૃતિની શ્રી રૂપાલાએ મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટને બિરદાવ્યું હતું. તદ્દઉપરાંત સવારે રાજકોટનાં પુર્વ ધારાસભ્ય શ્રી દિલીપભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત કરી હતી અને રાજકોટનાં વિખ્યાત શ્રી બાલાજી હનુમાન મંદીરે રામધ્ાુન અને હનુમાન ચાલીસામાં જોડાઇ શ્રી રૂપાલાએ આશિર્વાદ મેળવ્યાં હતાં અને તે ઉપરાંત અમરેલી પરિવાર સાથે રાજકોટમાં બેઠક યોજી હતી.