લાઠી તાલુકાના પોકસોના ગુનામાં આરોપીના જામીન ના મંજુર કરતી સ્પેશ્યલ પોકસો કોર્ટ

અમરેલી,
લાઠી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ કલમ એ-18 મુજબની ફરિયાદ આરોપી રમેશ કેશવ પડાયા ઉ.વ.52 ઉપર તા.14-10-23ના રોજ નોંધાયેલ આ કામના ભોગ બનનારની ઉમર 13 વર્ષ હોય આરોપીએ ભોગ બનનારને કાયદેસરના વાલીપણામાંથી બદ ઇરાદે અપહરણ કરી લઇ જઇ ગુનો આચરેલ હોય. જેમાં આરોપીની અટકાયત કરી અને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલેલ જેમાં આરોપીના વકીલ દ્વારા અમરેલીના સ્પેશ્યલ પોકસો જજની કોર્ટમાં જામીન અરજી મુકેલી તા. 18-3-24ના રોજ ભોગ બનનાર થતાં ફરિયાદ હાજર રહી ફરિયાદી તરફે એડવોકેટ આર.ટી. માધડ દ્વારા જામીન ન મળવા ધારદાર દલીલો સાથે વાંધાઓ રજુ રાખેલ જે ગ્રાહ્ય રાખી પોકસોના આરોપીની જામીન અરજી રદ કરવામાં આવેલ છે. આ કામે વિથ પ્રોશીકયુશન એડવોકેટ આર.ડી. માધડ તથા એડવોકેટ ઉત્પલ ડી. માધડ રોકાયા