લોકસભા-2024ની સામાન્ય ચુંટણીની આદર્શ આચાર સહિતાનો અમલ કરાવવા માંગ કરાઇ

અમરેલી,
લોકસભા -2024 ની સામાન્ય ચુંટણીની આદર્શ આચારસહિતાનો અમલ સમગ્ર અમરેલી જીલ્લામાં કડકમાં કડક રીતે થવો જોઈએ. અને અમલ કરાવવાની જવાબદારી પણ આપની હોય છે. પરંતુ ખુદ શાસક પક્ષ ભાજપ દ્વારા જ આદર્શ આચાર સહિતાનો ભંગ થતો હોય તેવું દેખાઈ આવે છે. હાલમાં આદર્શ આચાર સહિતા અમલમાં હોવા છતા પણ શાસકપક્ષ ભાજપના હોડિંગ્સ , બેનરો, ભીંતચિત્રો, જાહેરાતો વગેરે સરકારી મિલ્કતોની દિવાલ ઉપર તથા સરકારી એસ.ટી. બસ ઉપર જોવા મળે છે. તેને તાત્કાલિક દુર કરવામાં આવે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે અમરેલી તાલુકા કોગ્રેંસ પ્રમુખ મનિષ ભંડેરી દ્વારા જીલ્લા કલેકટરશ્રીને રજુઆત કરી