અમરેલી બેઠકમાં કોંગ્રેસમાંથી શ્રી જેની ઠુંમર નિશ્ર્ચિત

અમરેલી,
અમરેલી બેઠકમાં લોકસભાનાં ઉમેદવાર તરીકે ભાજપમાં અનેક નામોની ચર્ચા વચ્ચે કોંગ્રેસ દ્વારા ઉમેદવારની પસંદગી ઉપર મહોર લાગી ગઇ હોવાનું આધારભભુત વર્તુળોમાંથી જાણવા મળેલ છે જેમાં અમરેલીમાં કોંગ્રેસમાંથી શ્રી જેની ઠુંમરનું નામ નિશ્ર્ચિત હોવાનું મનાય છે. કોંગ્રેસ કમિટીએ તૈયાર કરેલ ફાઇનલ યાદીમાં યુવાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પુર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતનું નામ બીજા હતું. ગણતરીનાં કલાકોમાં જ આ યાદી જાહેર થવાની શક્યતા છે અને આ સાથે અમરેલી જિલ્લામાં લોકસભાની ચુંટણી માટે કોંગ્રેસનાં ઇતિહાસમાં પહેલી વખત જ યુવાનોનાં હાથમાં જંગ આવ્યો છે. હાલમાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ શ્રી પ્રતાપ દુધાત સંગઠનને મજબુત કરવા કામે લાગ્યા હોય આજથી શ્રી જેની ઠુંમર મેદાનમાં આવી ગયા હોવાનું જાણવા મળેલ