ધારી ટાઉનમાં બાઇક ચોરીમાં એક ઝડપાયો

અમરેલી,
ધારી પો.સ્ટે. ગુ.ર.નં.1119301 8240102/2024 ઇ.પી.કો. કલમ 379 મુજબનો ગુન્હો તા.15/03/2024 ના ક.21/00 વાગ્યે રજી થયેલ હોય જે અન્વયે ધારી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇ તથા પો.સબ.ઇન્સ. એસ.પી.શાહી બનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરાઓની મદદથી ગણતરીના દિવસોમાં ચોરીમાં ગયેલ મોટર સાયકલ સાથે મનસુખભાઇ ઉર્ફે ટીડો હીરાભાઇ કણજરીયા હુડલીવાળાને પકડી પાડી અનડીટેક્ટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરેલ