Homeઅમરેલીમતદાનનાં શપથ લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા

મતદાનનાં શપથ લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયા

Published on

spot_img

અમરેલી,
સિસ્ટેમેટીક એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશનઅને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાનઅંતર્ગત અમરેલી જિલ્લામાં યુવાન મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાના હેતુથી અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી- અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને તેમજ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાની પ્રેરક ઉપસ્થિતિમાં ’યુથ વોટર ફેસ્ટિવલ’ યોજાયો હતો.અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, અમરેલી જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરી તેમજ મતદાન પ્રક્રિયા પૂર્વ તંત્ર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરી અંગે વિદ્યાર્થીઓને વિગતો સાથે માર્ગદર્શન આપ્યુ હતુ. ચૂંટણી જાહેર થતાંની સાથે આચાર સંહિતા અમલી બને છે અને કેટલીક બાબતો પ્રતિબંધિત હોય છે. આ દરમિયાન કોઈ પણ નાગરિકને ચૂંટણી અંગે કે ઉમેદવાર કે આદર્શ આચાર સંહિતના ભંગ અંગે ફરિયાદ કરવી હોય તો ભફૈંય્ૈંન્ એપ પર ફરિયાદ કરી શકે છે, જિલ્લા ચૂંટણી તંત્રની ટીમ 100 મિનિટમાં સ્થળ પર આવી અને ફરિયાદનો નિકાલ આ ઉપરાંત મતદાન, મતદાર કાર્ડ કે અન્ય કોઈ પણ બાબતની પૂછપરછ કે માહિતી માટે નાગરિકો ટોલ ફ્રી નંબર 1950 પર પણ ફોન કરી અને જિલ્લા કંટ્રોલ રુમમાંથી માહિતી મેળવી શકે છે.તેમણે ઉમેર્યુ કે, મતદાર યાદીમાં નામ હોય તો મતદારોને ચૂંટણી કાર્ડ સિવાય, ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના અન્ય દસ્તાવેજો લઇ પણ મતદાન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તેમણે યુવાનોને મતદાન જાગૃત્તિના એમ્બેસેડર બની વધુમાં વધુ મતદાન થાય તેના માટે પ્રવૃત્તિઓ હાથ ધરવા અનુરોધ કર્યો હતો. માત્ર આ જ નહિ પરંતુ ભવિષ્યમાં યોજાનાર દરેક ચૂંટણીમાં મતદાન કરી મતદાર તરીકેને ફરજ નિભાવવા તેમણે યુવા મતદારોને સૂચન કર્યુ હતું. અમરેલી જિલ્લામાં મતદાનની વધે અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન પ્રક્રિયાનો ભાગ બને તે માટે યોજાયેલા આ જાગૃત્તિ કાર્યક્રમમાં ખર્ચ નોડલ અને અમરેલી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યાએ જીફઈઈઁ અને ્ૈંઁ અંતર્ગત 14-અમરેલી લોકસભા મતવિસ્તારમાં યોજાઈ રહેલી પ્રવૃત્તિઓ અંગેની વિગતો આપી હતી. તેમણે કહ્યુ કે, ગત લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં ઘણા બુથ પર પુરુષ કરતાં મહિલા મતદારોનું મતદાન ઓછું હતું. કેટલાક બુથ પર 50 ટકાથી ઓછું મતદાન હતું ત્યારે આ લોકસભાની ચૂંટણીમાં દરેક બુથ પર મહિલા-પુરુષના મતદારોનું મતદાન સમાન ટકાવારીમાં થાય અને તમામ બુથ પર 50 ટકા કરતાં વધુ મતદાન થાય તેમજ અમરેલી જિલ્લામાં ગત ચૂંટણીમાં થયેલા મતદાન કરતા આ ચૂંટણીમાં અમરેલી જિલ્લાનું વધે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. યુવાનોએ પોતાની ફરજ અદા કરી અને પરિવાર, મિત્રો અને પરિચિત સહિતનાઓને પણ મતદાનનું મહત્વ સમજાવી મતદાન કરવા અંગે જાગૃત્ત કરવા જોઈએ.ચૂંટણી પંચ દ્વારા મતદાન જાગૃત્તિ અંગે તૈયાર કરવામાં આવેલી ફિલ્મો પણ આ કાર્યક્રમમાં દર્શાવવામાં આવી હતી. જિલ્લા કલેકટરશ્રી સહિતના મહાનુભાવો અને મતદારોએ મતદાન માટેના શપથ લીધા હત. આ તકે મતદાન જાગૃત્તિ સિગ્નેચર કેમ્પેઈન પણ યોજાયું હતું.કાર્યક્રમના પ્રારંભે અમરેલી શહેરની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનિઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. યુવા મતદાર ઓમ પાઠક અને અમિષા પટેલીયાએ યુવા મતદારોને મતદાન જાગૃત્તિ અંગેના તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં નાયબ ચૂંટણી અધિકારીશ્રી સક્સેના, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટક, જીફઈઈઁ નોડલ -વ- જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ગોહિલ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને અમરેલી વડીયા કુંકાવાવ પ્રાંત અધિકારીશ્રી નાકીયા, આરોગ્ય અધિકારીશ્રી ડો. ધારાબેન સહિત જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, યુવાન મતદારો ઉપસ્થિત રહ્યા હતા. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કોટકે આભારદર્શન કર્યુ હતુ. કાર્યક્રમનું સંચાલન શ્રી પ્રકાશભાઈ જોશીએ કર્યુ

Latest articles

15-09-2024

દેશમાં ચાલુ થયેલા આડેધડ બુલડોઝર એક્શન સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ થતાં હવે અટકશે

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં...

ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે મેડિકલ ઓફિસર હોવા છતાં દર્દીઓ પરેશાન

ડેડાણ, હાલ હાલ રોગચાળો ભરડો લઈ રહ્યો છે ત્યારે ડેડાણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ...

સુશાસનના 3 વર્ષ પૂર્ણ થતાં ક્રાંતિકારી નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી

અમરેલી, સંવેદનશીલ સરકાર અને ઉદારતાવાદી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના સફળ ત્રણ વર્ષ પૂર્ણ કરીને ચોથા...

Latest News

15-09-2024

દેશમાં ચાલુ થયેલા આડેધડ બુલડોઝર એક્શન સામે સુપ્રિમ કોર્ટની લાલ આંખ થતાં હવે અટકશે

સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે ઘેરી બની રહી છે, અને પાર્કિંગ પ્લેસમાં...

ડેડાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બે મેડિકલ ઓફિસર હોવા છતાં દર્દીઓ પરેશાન

ડેડાણ, હાલ હાલ રોગચાળો ભરડો લઈ રહ્યો છે ત્યારે ડેડાણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા દર્દીઓ...