અમરેલી,
સાવરકુંડલા તાલુકાના રહેવાસી શૈલેષભાઇ મેહુલભાઇ હેલૈયાનો અકસ્માત બનેલ હોય.ખુબજ ઇજાઓ થયેલ હોય જેથી તેઓને સાવરકુંડલા સારવાર માટે દાખલ કરેલ અને વધ્ાુ સારવાર માટે રાજકોટ રિફર કરવા પડેલ હોય. જેમને સારવારમાં ખુબજ ખર્ચ થયેલ હોય જેઓની મોટર અકેસિડેન્ટ કલેઇમ સેશન્સ કોર્ટમાં વિધ્વાન એડવોકેટ જે.આર. વાળા દ્વારા અરજ દાખલ કરેલ જેમાં સાક્ષીઓ તપાસતા ટાટા ઇન્સુયુરન્સ કંપનીને રૂા.4.60 લાખ ચુકવતો હુકમ સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. અરજદાર તરફે વિદવાન એડવોકેટ જે.આર. વાળા રોકાયા હતાં.