ખારી,
અમરેલીના બગસરા તાલુકાના ખારી ગામેથી માવજીંજવા ગામે સુધી જવાનો રોડ નવો બનાવવામાં આવ્યા હોય તે માત્ર એક વર્ષ પેહલા જ અતિ બિસ્માર હાલતમાં થય ગયેલ છે લોકોના રોડ ઉપર નીકળવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે ઘણી વખત અવાર નવાર એક્સિડન્ટ થઈ રહ્યા છે આ રોડ બાબતે અનેક વખત અધિકારીશ્રીઓને લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવી છતા કોઈ પણ જાતનું નિરાકરણ લાવવામાં આવતું નથી તો આ રોડ માત્ર એક જ વર્ષ પહેલાં કેમ અતિ બિસ્માર બન્યો તે અંગે યોગ્ય તપાસ કરાવી આ રોડ બાબતની સ્થળ ઉપર જઈ અને યોગ્ય નિકાલ લાવવા માટે તંત્ર વિનંતી કરવામાં આવી છે ત્યારે છે જો આ રોડનું કોઈ પણ જાતનું નિરાકરણ કરવામાં નહીં આવે અને જો કોઈ વાહન અકસ્માત સર્જાશે તો એ વ્યક્તિની તમામ જવાબદારી જે તે અધિકારીની રહેશે આ રોડને કોઈપણ જાત નું રીપેરીંગ કર્યા સિવાય રોડ પરહાઇલાઈટના બોર્ડ બેનર પણ લગાવી દેવા માં આવ્યા છે .. તંત્રની રેહમ હેઠળ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોય એવું લાગે આમાં ઘટતું કરવા ગામ આગેવાન કમલેશભાઈ રાખોલીયાએ તંત્રને જાણ કરવા આવી હોવાનું જાણવા મળ્યું.