અમરેલી,
અમરેલી જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે દારૂ અને જુગારની પ્રવૃતિને નેસદનાબુદ કરવા માટે પોલીસ દ્વારા કાર્યવાહીઓ દૌર શરૂ રાખેલ છે જેમાં અમરેલી જિલ્લા 3 વાહનચાલક સહિત 23 શખ્સોને સાવરકુંડલા, બાબરા, ચલાલા, ડુંગર, જાફરાબાદ, ખાંભા, નાગેશ્રી, અમરેલી રૂરલ, મરીન પીપાવાવ, ધારીમાંથી પોલીસે નશો કરેલી હાલતમાં ઢીંગલી થયેલા 23 શખ્સોને ઝડપી લઇ સરભરા કરી જેલની હવા ખવડાવી હતી. જયારે જિલ્લામાં 13 સ્થળોએ 3 મહિલા સહિત 11 શખ્સોને પોલીસે દેશી દારૂના દરોડાઓ પાડી મુદામાલ સાથે ઝડપી પાડેલ જેમાં જાફરાબાદ, નાગેશ્રી, અમરેલી રૂરલ, મરીન પીપાવાવ, ધારી, અમરેલી શહેર, સાવરકુંડલા રૂરલ, રાજુલા, લીલીયા, સાવરકુંડલા શહેરમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી