અમરેલી સીટીનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં 23 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડ્યો

અમરેલી,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહએ આ ખાસ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ.એમ.પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી સીટી પો.સ્ટે. ફ. ગુ.ર.નં. 154/2000, આઇ.પી.સી. કલમ 457, 380 મુજબના ગુનાનો આરોપી છેલ્લા 23 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય, લીસ્ટેડ આરોપી પુનાભાઇ ભાકા ઉર્ફે ભાકુભાઇ વાઘેલા, ઉ.વ.46, રહે.પાલીતાણા, શકિતનગર, તા.પાલીતાણા, જિ.ભાવનગરને ચોકકસ બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની થવા અમરેલી સીટી પો.સ્ટે. માં સોંપી આપવામાં આવેલ .