સાવરકુંડલા,
સાવરકુંડલા ના આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ (એ.એસ.પી.) શ્રી વલય વૈદ્ય,આઇ.પી.એસએ આજરોજ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલની શુભેચ્છા મુલાકાત લીધી હતી, આ પ્રસંગે આર.એમ.ઓ. એ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને તેઓએ હોસ્પિટલના ડોકટર તેમજ અન્ય સ્ટાફ ને મળ્યા હતા અને હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર, દર્દીઓને અપાતી સુવિધા તેમજ સફાઈ અને વ્યવસ્થા જોઈ ખુશ થયા હતા અને સંતોષ વ્યક્ત કર્યો હતો અને હોસ્પિટલ માટે કોઈપણ કામ હોય તો ગમેત્યારે કેહવુ એમ કહેલ હતું ત્યારે હોસ્પિટલના ડોકટર અને કર્મચારીઓએ તેમના સુપરવિઝન માં સુરક્ષા, સલામતી અને કાયદો-વ્યવસ્થા વધુ સુદ્ઢ બને એવી શુભેચ્છા પાઠવી