બગસરામાં ગેસનો બાટલો સળગતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ

બગસરામાં ગેસનો બાટલો સળગતા લોકોમાં ભારે દોડધામ મચી ગઇ

બગસરા
બગસરામાં ગેસ નો બાટલો લીક થતા બાટલો સળગ્યો આસપાસના લોકો માં ભાગદોડ મચી હતી. મળતી મુજબ બગસરા ના નદીપરા વિસ્તાર માં ભીખુભાઈ વશરામભાઈ ડાભી ના મકાનમાં મોટી ઉંમરના માડી ચા બનાવતા હતા ત્યારે અચાનક બાટલો લીક થતા બાટલા માં આગ લાગતા ગોદડા ગાડલા સળગ્યા હતા તેને પણ ઠારવામાં આવ્યા હતા માડી રાડા રાડ થતા આસપાસના લોકો તથા તેમના ઘરના સભ્યો માં ભાગ દોડ મચી ત્યારબાદ નગરપાલિકાના ફાયર બિગેડ ને ફોન કરી. બોલાવેલ ફાયર બિગેડ આવતા બાટલા થી આગ લાગેલ ને ઠારવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાની થયેલ નથી.