અમરેલી,સેવાને સરનામે ઉમળકા સાથે ડાયાભાઈ મનજીભાઈ કાબરીયા (હાલ સુરત) દ્વારા સારહી તપોવન આશ્રમ માં સેવા ની કામગીરી થી પ્રભાવિત થઈ ને 25,000/- રૂ. નુ અનુદાન આપવામાં આવેલ (હસ્તક હરિભાઈ કાબરીયા) આશ્રમ માં સેવા ની જ્યોત નેં જોય પ્રભાવિત થઈ નેં આપેલ અને દર વર્ષે અનુદાન કરવાની જાહેરાત કરી.સંસ્થા ની પ્રગતિ અંગે સારહી તપોવન આશ્રમ નાં સ્વપ્ન દ્રષ્ટા – પ્રેરણા સ્ત્રોત પ્રમુખશ્રી મુકેશભાઇ સંઘાણી અને સમગ્ર સારહી પરિવાર ને શુભકામનાઓ પાઠવી, આ તકે સારહી પરિવાર વતી લોક સેવકશ્રી મુકેશભાઈ સંઘાણી, શ્રી હિમાંશુભાઈ ધાનાણી, શ્રી ચંદુભાઈ રામાણી, શ્રી હરિભાઈ કાબરિયા,શ્રી મનીષભાઈ વઘાસિયા, શ્રી ડો. સાપરિયા સહિત નાં પદાધિકારીશ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતાં.