અમરેલી,અમરેલીથી દર વર્ષે હનુમાન જયંતિ નિમિતે ભુરખીયા સુધી પદયાત્રા નિકળે છે. તે મુજબ આ વર્ષે પણ માનવ મહેરામણ લાઠી રોડ પર ઉમટી પડયો હતો. ઠેર ઠેર ખાણીપીણીના સ્ટોલો સહિત સેવા કેમ્પો લાગ્યા હતાં. આ પદયાત્રા દરમિયાન ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિક વેકરીયા પણ પદયાત્રી બની સેવામાં જોડાયા હતાં. ખાણી પીણીના સ્ટોલો સહિત સેવા કેમ્પોમાં પણ જરૂરી સેવા આપી શ્રી કૌશિક વેકરીયાએ સેવાભાવીઓને પ્રોત્સાહિત કર્યા હતાં. શ્રી કૌશિક વેકરીયા સાથે ભાજપના આગેવાનો પણ સાથે રહ્યા હતાં.
અમરેલીથી ભુરખિયા જતાં પદયાત્રીઓની સેવામાં જોડાતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા
Published on