શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 સભાઓ યોજી 15 બેઠકોને આવરી લેશે

શ્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં 6 સભાઓ યોજી 15 બેઠકોને આવરી લેશે

અમરેલી,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં બે દિવસના વિજળી વેગી ચુંટણી પ્રવાસનું આયોજન થયુ છે તેમાં ગુજરાતમાં 6 સભાઓ અને 15 બેઠકો પહેલી અને બીજી મે એ સૌરાષ્ટ્રની8 બેઠકો માટે સભાઓ ગજવશે. તે માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે. શ્રી મોદીની 6 સભાઓ લોકસભાની 15 બેઠકોને આવરી લે તેવુ આયોજન કરવામાં આવ્યુ છે અને તડામાર તૈયારીઓ થઇ રહી છે. તા.1-5-24 ના રોજ બનાસકાંઠા પાટણ બેઠકમાં ડીસા ખાતે સભા યોજાશે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને અને પાટણ થી ભરતસિંહ ડાભી તથા સાબરકાંઠા પાટણ મહેસાણા અમદાવાદ પુર્વની સભા હિંમતનગર ખાતે અને સાબરકાંઠાથી શોભનાબેન બારૈયા મહેસાણાથી હરીભાઇ પટેલ, અમદાવાદ પુર્વથી હસમુખભાઇ પટેલને ટીકીટ આપી છે. તા.2 મે ના રોજ આણંદ ખેડા બેઠકોની આણંદમાં સભા અને સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર બેઠકની સભા વઢવાણ ખાતે સુરેન્દ્રનગરથી ચંદુભાઇ શીહોરે, રાજકોટથી પરશોતમભાઇ રૂપાલાને ભાવનગરથી નિમુબેન બાંભણીયા ચુંટણી લડી રહયા છે જુનાગઢ, પોરબંદર, અમરેલી વિસ્તાર માટે જુનાગઢમાં સભા તથા જુનાગઢથી રાજેશ ચુડાસમા, મનસુખભાઇ માંડવીયા, અમરેલીથી ભરતભાઇ સુતરીયા ચુંટણી લડી રહયા છે. જામનગર પોરબંદર બેઠક માટે જામનગર દક્ષિમમાં સભા યોજાશે જામનગરની બેઠક ઉપર પુનમબેન માડમ ચુંટણી લડી રહયા છે.