Homeઅમરેલીબાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા

બાબરા તાલુકાના 18 ,ગામડાઓમાં સભા ગજાવતા ભરત સુતરીયા

Published on

spot_img

અમરેલી,
લોકસભાની ચૂંટણીમાં ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે પ્રચાર પ્રસાર શરૂ થયો છે ત્યારે 14 અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સુતરીયા દ્વારા બાબરા તાલુકાના 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી જામ બરવાળા, નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા, ઊંટવડ, ચરખા, અમરાપરા, લુણકી, ધરાઈ, ચમારડી, ઘુઘરાળા, લોનકોટડા, બળેલ પીપરીયા, મોટા દેવળીયા સહિતના ગામોમાં ધારાસભ્ય શ્રી જનક તળાવિયા અને લોકસભાના ઉમેદવાર ભરત સુતરીયાએ બાબરા તાલુકાની 18 ગામડાઓમાં સભાઓ ગજવી હતી. ત્યારે પ્રચાર પ્રસાની શરૂઆત જામ બરવાળા ખાતે આવેલ પડસાલા પરિવારના કુળદેવી ના દર્શન કરીને પ્રસાર શરૂ કર્યો હતો અને ગામ બરવાળામાં સંખ્યામાં ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ નાની કુંડળ, ખાખરીયા, ખંભાળા, સુખપર, વાવડા, કોટડા પીઠા સહિતના 18 ગામડાઓ માં જન જનનું સમર્થન મળી રહ્યું હતું ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બને તે માટે પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે લોકસભાના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ પાંચ લાખની લીડ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ત્યારે લાઠી બાબરાના ધારાસભ્યશ્રી જનક તળાવીયાએ તેમને વિજયી બનાવવા હાંકલ કરી હતી. બાબરા તાલુકાના ગામડાઓમાં ભરત સુતરીયા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાબરા તાલુકાના ગામડાઓમાં ભરત સુતરિયાને મળી રહ્યું છે જન જનનું સમર્થન આ તકે ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્ર ભાઈ બસિયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી જગદીશભાઈ નાકરાણી જિલ્લા પંચાયતના સદસ્યશ્રી નીતિનભાઈ રાઠોડ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી હિંમતભાઇ દેત્રોજા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી અશોકભાઈ રાખોલીયા, શ્રી ડેર, તાલુકા ભાજપ મહામંત્રીશ્રી હિતેશભાઈ કલકાણી, શ્રી મહેશભાઈ ભાયાણી, શ્રી બીપીનભાઈ રાદડિયા, શ્રી મનસુખભાઈ પલસાણા, બાબરા તાલુકા યુવા મોરચાના પ્રમુખશ્રી અમરશીભાઈ વાઘેલા, શ્રી પુનિતભાઈ પલસાણા, સરપંચ શ્રી અશોકભાઈ અસલાલિયા, સરપંચ શ્રી વિપુલભાઈ કાછેલા, તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા

Latest articles

20-09-2024

નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે ચતુર ને ખેલાડી નીતિન ગડકરીનું નામ ગાજી રહ્યું છે

મોદી પર કોઈક દબાણ હોય એમ પશ્ચિમી મીડિયા માને છે. એને કારણે એશિયન અખબારી...

જુનાગઢના પ્લાસવા ગામે ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

જુનાગઢ, જુનાગઢ રેન્જ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ...

બાબરાના વલારડી ગામની સીમમાં જુગાર રમતા છ શખ્સો ઝડપાઇ ગયા

અમરેલી, બાબરા તાલુકાના વલારડી ગામનીસીમમાં તળાવી તરીકે ઓળખાતી સીમમાં જીવરાજભાઈ ઉકાભાઈ કાવઠીયાની વાડી પાસે જાહેરમાં...

Latest News

20-09-2024

નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે ચતુર ને ખેલાડી નીતિન ગડકરીનું નામ ગાજી રહ્યું છે

મોદી પર કોઈક દબાણ હોય એમ પશ્ચિમી મીડિયા માને છે. એને કારણે એશિયન અખબારી...

જુનાગઢના પ્લાસવા ગામે ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

જુનાગઢ, જુનાગઢ રેન્જ પોલિસ મહાનિરિક્ષક નિલેશ જાજડીયાની સુચના તેમજ પોલિસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ...