અમરેલી,
સમગ્ર ભારત દેશને પોતાનો પરિવાર માનીને 24 માંથી 18 કલાક માત્ર દેશ માટે કામ કરનારા શ્રી નરેન્દ્રભાઇ મોદી પ્રચંડ બહુમતી સાથે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે. તેમ અવધ ટાઇમ્સ સાથેની સીધી વાતમાં કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઇ રૂપાલાએ જણાવ્યું હતુ.શ્રી રૂપાલાએ વધ્ાુમાં જણાવ્યુ હતુ કે આજે શ્રી મોદી વિશ્ર્વના નેતા છે ભારતનો ડંકો પુરી દુનિયામાં તેમણે વગાડયો છે. તે બાબત પણ આપણા દેશ માટે ગૌરવપુર્ણ બાબત છે. જેમના સબળ નેતૃત્વમાં ભારતે જે પ્રગતિ કરી છે તેની નોંધ સમગ્ર વિશ્ર્વમાં લેવાઇ રહી છે.ચુંટણી ઢંઢેરામાં વચનો ઘણા પક્ષો આપતા હોય છે પણ ભાજપે આપેલા વચનો તેમણે પુર્ણ કર્યા છે. અને વર્ષો બાદ આજે દેશની આસ્થા એવા શ્રી રામલલ્લા અવધ પુરીમાં બિરાજમાન થયા છે. અને જો કાશ્મીરની 370 કલમને અડશો પણ પરિણામ સારુ નહી આવે તેવી અનેક ધમકીઓની પરવાહ કર્યા વગર દેશના હીત ખાતર જાન જોખમમાં નાખીને ભાજપે 370 જેવી કલમ નાબુદ કરી છે અને આપણા દેશનું ગૌરવ જાળવવા અને લશ્કરનું મનોબળ વધારવા માટે દુશ્મનોને પાઠ ભણાવવા માટે એરસ્ટ્રાઇક કરીને ભારત કોઇથી ડરતુ નથી અમારો હીસાબ અમે જ પતાવીશું તેમ કહીને આપણા દેશની લશ્કરી તકાતનો પરચો આપીને 56 ની છાતીવાળા શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવુ નેતૃત્વ આપણને મળ્યું છે. તે સમગ્ર દેશ માટે ગૌરવપુર્ણ બાબત છે. માટે ભાજપની તરફેણમાં જંગી મતદાન કરવાની અપીલ શ્રી રૂપાલાએ અંતમાં કરી હતી.
રાષ્ટ્રને પોતાનો પરિવાર માની 18 કલાક કામ કરનારા શ્રી મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ર્ચિત છે : શ્રી પરશોત્તમ રૂપાલા
Published on