અમરેલીના જેસીંગપુરા વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને તેની સામે ભાજપના કાર્યકર વચ્ચે પ્રચાર ન કરવા ના મામલે થયેલી ગરમા ગરમીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ચૂંટણી આડે હવે માત્ર પાંચ જ દિવસ બાકી રહ્યા છે તેવા સમયે પ્રચાર અને પ્રસાર ચરમશીમાએ છે ત્યારે આ ઘટના એ લોકોમાં ઉત્તેજના ફેલાવી છે