અમરેલી,
અમરેલીના જેસીંગપુરા વિસ્તારમાં કોંગ્રેસનો પ્રચાર કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરો અને તેની સામે ભાજપના કાર્યકર વચ્ચે પ્રચાર ન કરવા ના મામલે થયેલી ગરમા ગરમીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આજે સવારે જેસીંગપરામાં પ્રચાર માટે ગયેલા પાલિકાના પુર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાનો શ્રી નટુભાઇ સોજીત્રા, શ્રી રફિકભાઇ મોગલ, પ્રાધ્યાપક શ્રી અર્જુન સોસા સહિતના કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો જેસીંગપરામાં પ્રચાર પ્રસાર માટે ગયા હતાં. ત્યારે કોંગ્રેસના આગેવાનો પોતાની સાથે ભાડેથી માણસો લાવ્યા હોવાનું અને જેસીંગપરાને ભુતકાળમાં શ્રી વિરજીભાઇના સાંસદકાળ દરમ્યાન એક પણ પૈસાની ગ્રાન્ટ મળી હોય તો બતાવો તેમ કહી ભાજપ આગેવાનો નગરપાલિકાની બાંધકામ સમિતીના ચેરમેન શ્રી સંદિપ માંગરોળીયાએ વિરોધ કરી પ્રચાર કરતા અટકાવતા કોંગ્રેસના બે આગેવાનોએ પણ ગરમી પકડતા ઘડીભર વાતાવરણ ગરમ થઇ ગયું હતું. જો કે ત્યાર બાદ મામલો આગળ ન વધતાં જેસીંગપરા રાજકીયરણ મેદાન બનતા અટકયું હતું અને કોંગ્રેસનાં જિલ્લા પુર્વ પ્રમુખ શ્રી અર્જુન સોસાએ અમારે કંઇ ન કરવું હોવાનું જણાવતા ઘી ના ઠામમાં ઘી પડી ગયું હતું.
અમરેલી શહેરનું જેસીંગપરા ભાજપ અને કોંગ્રેસના Aકાર્યકરો વચ્ચે રણમેદાન બનતા બનતા રહી ગયુ
Published on