ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ અને શ્રી સરદાર પટેલ ગ્રુપ ના સ્થાપક પ્રમુખ શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ સરદાર પટેલ ગ્રૂપ દ્વારા અમરેલી ખાતે રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરવામાં આવ્યો જેમાં હાલની મોંઘવારીને ધ્યાનમાં રાખી અને સારી કવોલિટી લોકોને મળી રહે તેવા હેતુ થી અમરેલીની જનતા માટે રાહત દરે ચોપડા વિતરણ નું આયોજન સરદાર પટેલ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ૧૧૦ પેઝ નાં ચોપડા માત્ર ૩૨૦ માં, ૧૬૦ પેઝ ના ચોપડા ૩૨૦ મા અને ૧૭૬ પેઝ ના ચોપડા માત્ર ૪૨૦ આપવામાં આવી રહ્યા છે અને જૂજ સ્ટોક હાજરમાં હોય વહેલા તે પહેલા સસ્તા અને સારા ગુણવત્તાયુક્ત ચોપડા મેળવવા માટે અમરેલી જીલ્લા સહકારી સંઘ લાયબ્રેરી ની બાજુમાં, સરદાર પટેલ ક્રેડિટ કો ઓપેરેટિવ સોસાયટી લી ભીડભંજન સામે અને અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળી જેશિંગપરા ખાતે થી વેચાણ કરવામાં આવી રહ્યું છે.
યુવા નેતા શ્રી મનીષ સંઘાણી ના માર્ગદર્શન હેઠળ શ્રી સરદાર પટેલ ગ્રુપ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ નો શુભારંભ કરાયો
Published on