અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અજય દહિયાએ મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો

અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.૦૭ મે, ૨૦૨૪ને મંગળવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ અનુરોધ કર્યો છે.
       મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, અમરેલીના યુવાનો, સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગજનો,  થર્ડ જેન્ડર અને તમામ મતદારો અગ્રેસર રીતે નીડર અને નિર્ણાયક બની મતદાન કરો. અમરેલી જિલ્લાની સર્વે માતાઓ અને બહેનો ચૂંટણીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરો.
       ભારતીય ચૂંટણીપંચે મતદાન બુથ સુધી ન જઈ શકે તેવા દિવ્યાંગ અને ૮૫ વર્ષથી વધુ વયના વયસ્ક મતદારો માટે ઘરબેઠાં મતદાનની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત બુથ પર ૮૫ વર્ષથી વધુ વયના  સિનિયર સિટીઝન્સ (વરિષ્ઠ નાગરિકો) અને દિવ્યાંગ મતદારો માટે રેમ્પ તથા વ્હીલ ચેર અને સ્વયંસેવકોની વ્યવસ્થા કરવામાં આવી છે.  સૌ સાથે મળીને સફળ અને ઉત્તમ લોકશાહીનું નિર્માણ કરવા માટે સંકલ્પબદ્ધ થઈને આગામી લોકસભાની ચૂંટણીમાં આગામી તા.૦૭મી મે, ૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી યોજાનાર લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીના આ મહાપર્વને ઉજવીએ.