એસપીશ્રી હિમકર સિંહનો મતદાન કરવા નાગરિકોને અનુરોધ

એસપીશ્રી હિમકર સિંહનો મતદાન કરવા નાગરિકોને અનુરોધ

14-અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તા.07 મે, 2024ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે. અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહે ઉત્સાહભેર મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો છે.
મતદાન જાગૃત્તિના એક સંદેશમાં તેમણે જણાવ્યુ કે, આગામી તા.07 મે, 2024ને રોજ અમરેલી જિલ્લામાં લોકસભાની ચૂંટણી યોજાશે. જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનો આગામી તા. 07 મે, 2024ને મંગળવારના રોજ સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતદાન કેન્દ્ર પર પહોંચી મતદાન કરો, દેશના જવાબદાર નાગરિક તરીકેની જવાબદારી નિભાવો અને લોકશાહીને મજબૂત બનાવો.