Homeઅમરેલીઅમરેલી પોલીસે 28 કાર સાથે ચીટર ગેંગને પકડી પાડી

અમરેલી પોલીસે 28 કાર સાથે ચીટર ગેંગને પકડી પાડી

Published on

spot_img

અમરેલી,

લાલજીભાઈ રમેશભાઈ મકવાણા, રહે.વિઠ્ઠલપુર ખંભાળીયા, તા.જિ.અમરેલી વાળાને આ કામના આરોપીઓએ વિશ્વાસમાં લઈ, પોતાનો આર્થિક ફાયદો મેળવવાના સમાન ઇરાદે અને પુર્વ આયોજીત ગુન્હાહિત કાવતરુ ઘડીને, લાલજીભાઈ પાસે નવી મારુતી સુઝુકી બ્રેઝા, આર.ટી.ઓ રજી.નં. જીજે.14.બી.ડી.4371 કિ.રૂ. 14,50,000/- ની ખરીદ કરાવી, તેનું ઉંચુ ભાડુ મેળવવાના સપનાઓ બતાવી, સુરત મેટ્રોના કામમાં ગાડી ભાડે મુંકવાનું કહી, ગાડી મેટ્રો ટ્રેનના પ્રોજેક્ટમાં નહી મુંકી બારોબાર ગાડી તેમની જાણ બહાર દિલ્હી બાજુ કોઈને આપી દઈ, આ ઉપરાંત અલગ અલગ 23 સાહેદો સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કરી, ગુનો કરેલ હોય, આ અંગે લાલજીભાઈએ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરતા અમરેલી રૂરલ પોલીસે આઈ.પી.સી. કલમ 406, 420, 120બી, 34, 114 મુજબ ગુનો રજી. થયેલ.ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમારએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા દાખલ થયેલ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતના ગુનાઓમાં ભોગ બનનારની ગયેલ માલમત્તા તેને પાછી મળે તેમજ સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા સૂચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ દ્વારા ઉપરોકત ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઈ, ફરિયાદી સાથે છેતરપીંડી અને કરી, તેમના મિલકત પડાવી લેનાર આરોપીઓને પકડી પાડી, ફરિયાદીની ગયેલ મિલકત તેમને પાછી મળે, તે માટે કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ તેમજ અમરેલી રૂરલ પો.સ્ટે. ઈ.ચા. પો.ઇન્સ. શ્રી આર.જી.ચૌહાણની અલગ અલગ બનાવી આરોપીઓને પકડી પાડવા તજવીજ કરવામાં આવેલ. આ કામના સંડોવાયેલ આરોપીઓને અલગ અલગ વિસ્તારમાંથી (1) અલ્પેશ ઉર્ફે જાડો ઉર્ફે જાડોયો જગદીશચંદ્ર ઉર્ફે ચંદ્રકાંત રતીલાલ જરીવાલા, ઉ.વ. 38, રહે.સુરત, રૂસ્તમપુરા, ચુરમાવાફ, મકાન નં. 601, જિ.સુરત.,(2) મયુર ઉર્ફે સન્ની વસંતભાઈ સાંડીસ, ઉ.વ.28, રહે.સુરત, એ/1586, રૂધરપુર પોલીસ લાઈન સામે, નાનપુરા, જિ.સુરત.,(3) યોગેશ વિનુભાઈ પટેલ, ઉ.વ.40, રહે.સુરત, અમરોલી, છાપરભાઠા રોડ, માધવનગર, મકાન જિ.સુરત.,(4) મિત ચંદ્રકાંતભાઈ રાઠોડ, ઉ.વ.24, રહે. સુરત, 68, નિર્મળનગર સોસાયટી, અમરોલી, જિ.સુરત,વાળાને પકડી પાડી, આરોપીઓની સઘન પુછ પરછ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ઉંચી રકમે કાર ભાડુ આપી, કાર મેળવી, અન્ય પાસે ગીરવે મુકેલ હોવાની હકિકત જણાવતા, એલ.સી.બી. ટીમ દ્રારા સંડોવાયેલ કુલ- 28 કારો રીકવર કરી રૂા.3,76,54,000નો મુદામાલ કબ્ઝે કર્યો હતો. જેમાં મારૂતિ સુઝુકી કંપનીની જુદી જુદી -17 ફોરવ્હીલ, કિયા કંપનીની- 2, હોન્ડા કંપનીની -1, મહિન્દ્રા કંપનીની -2, ટોયટો કંપનીની -2, હ્યુન્ડાઇ કંપનીની -2 તેમજ ટાટા કંપનીેની -2 મળી કુલ 28 ફોરવ્હીલો કબ્ઝે કરી હતી. આ કામના આરોપીઓ ઉંચી રકમે કાર ભાડુ આપવાની લાલચ આપી, તેમને પાસે નવી કાર લેવડાવી, કાર ભાડે રાખતા હતા. સમય ભાડુ ચુકવ્યા બાદ ઠગ ટોળકી કાર માલીકની જાણ બહાર કાર બારોબાર અન્યને ગીરવે મુકી દેતા કારના બદલામાં રકમ મેળવી અને બાદમાં કાર માલીકને કાર ભાડુ આપવાનું બંધ કરી, કાર માલીકો સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતા હતા. આ કામની તપાસ દરમિયાન આરોપીઓએ 70 થી વધુ કારો મેળવી હોવાની હકિકત આવેલ છે.

Latest articles

ઘોરીની સલાહથી આતંકવાદીઓના પીઠ્ઠુઓના ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ...

રાજુલા પો.સ્ટે.નાં બળાત્કારના ગુનાના આરોપીને ઝડપી લીધો

રાજુલા, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના...

રાજુલા પો.સ્ટે.ના અપહરણ પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો...

સ્વચ્છતા હી સેવા અભિયાનમાં લોકો જોડાય : શ્રી અજય દહિયા

અમરેલી, સ્વચ્છતા હી સેવા, સેવા સેતુ કાર્યક્રમ અને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત...

Latest News

ઘોરીની સલાહથી આતંકવાદીઓના પીઠ્ઠુઓના ભારતમાં ટ્રેનોને ઉથલાવવા માટે ઉધામા

છેલ્લા કેટલાક સમયથી દેશમાં રેલવેના ટ્રેક પર સિમેન્ટના બ્લોક કે મોટા પથ્થરો મૂકવાની ઘટનાઓ...

રાજુલા પો.સ્ટે.નાં બળાત્કારના ગુનાના આરોપીને ઝડપી લીધો

રાજુલા, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050240368/2024 ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 64(2)(એચ), 64(2)(એમ), 115(2), 54, 352, 351(3) મુજબના...

રાજુલા પો.સ્ટે.ના અપહરણ પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ઝડપી લીધો

અમરેલી, રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.11193050230559/2023 આઇ.પી.સી. કલમ 363,366 તથા પોક્સો એક્ટ કલમ 18 મુજબના ગુન્હાના કામનો...