દિલ્હી ખાતે આજે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થશે

દિલ્હી ખાતે આજે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણીની બિનહરિફ વરણી થશે

અમરેલી,
ઇફકોના ડાયરેકટરની ચૂંટણીમાં શ્રી જયેશ રાદડીયાનો વિજય થયો છે. સહકારી સંસ્થા ઇફકોના ડાયરેકટરની ચૂંટણી યોજાતા શ્રી જયશે રાદડીયાએ 180 માંથી 114 મત મેળવીને રેકોર્ડ સર્જી દીધો હતો. જયારે ભાજપનો મેડેટ હોવા છતાં બિપીન ગોતાને માત્ર 66 મત મળ્યા હતાં. આજે દિલ્હી ખાતે ઇફકોના ચેરમેન પદે શ્રી દિલીપ સંઘાણી બિનહરિફ થશે તેમ સહકારી સુત્રોમાંથી જાણવા મળ્યું છે. શ્રી જયેશ રાદડીયાએ ભાજપના જ ઉમેદવારને હરાવ્યા છે. કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહની નજીક ગણાતા શ્રી બિપીન ગોતા સામે શાનદાર જીત મેળવી શ્રી રાદડીયા ત્રીજીવાર ઇફકોના ડિરેકટર બન્યા