અમરેલી,
અમરેલી ના જશવંતગઢ મુકામે આવેલ ” કિશાન ઓઇલ મીલ “માં અચાનક આગ લાગવાની ઘટના બનેલ આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમ ખાતે કરતા ફાયર ઓફિસર એચ સી ગઢવી ની રાહબરી હેઠળ અમરેલી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ ની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર 2 બાઉઝર સાથે પહોંચી પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટના માં કોઈપણ પ્રકારની જાનહાની થવા પામેલ નથી. આ કામગીરી કરનાર ફાયર સ્ટાફ હિંમતભાઈ બાંભણિયા , પ્રવીણભાઈ ચૌહાણ, સાગરભાઇ પુરોહિત, કરણ ગઢવી, સાનિયા નિલેશભાઈ, ધર્મેશ જુવાદરીયા, યોગેશ કણસાગરા વગેરેઓએ મુખ્ય ભજવી હતી.