અમરેલી,
અમરેલીથી ચિતલ અને લાઠી વચ્ચે સાંજે 4 વાગ્યાથી વાતાવરણમાં પલટો આવી પવન સાથે વરસાદ શરૂ થતા અનેક જગ્યાએ નુક્શાની થઇ હતી જેમાં સાંજે સાડા ચાર વાગ્યે પવન સાથે વિજળીનાં કડાકા ભડાકા વચ્ચે અમરેલીનાં ઇશ્ર્વરીયામાં વિજળી ત્રાટકતા 29 ઘેટા બકરા ભડથુ થઇ ગયાં હતાં. ઇશ્ર્વરીયાનાં પાણીનાં ટાકા પાસે અચાનક કડાકા સાથે વિજળી ત્રાટકતા પશુપાલક મુશ્કેલીમાં મુકાયેલ છે અને આ બનાવની જાણ થતા પશુપાલન વિભાગ દ્વારા સ્થળ ઉપર દોડી જઇ કાર્યવાહી હાથ ધરાઇ છે. ઇશ્ર્વરીયા ગામનાં મંગાભાઇ ભરવાડનાં એક સાથે 29 ઘેટા બકરાનાં મૃત્યુ આ વિજળી પડવાને કારણે થયા હતાં.