Homeઅમરેલીજિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

જિલ્લામાં સતત માવઠુ : બાબરામાં મહિલા ઉપર વિજળી પડી

Published on

spot_img

અમરેલી,
અમરેલી શહેર અને જિલ્લામાં આજે ત્રીજા દિવસે બપોર બાદ હવામાન વિભાગની આગાહીનાં પગલે વાતાવરણમાં પલટો આવતા આકાશમાં ઘટાટોપ વાદળો છવાયા હતાં. અમરેલી શહેરમાં બપોર બાદ વરસાદનું હળવુ ઝાપટુ પડી ગયું હતું. જ્યારે બાબરાથી અમારા પ્રતિનિધિ દિપકભાઇ કનૈયાનાં જણાવ્યા અનુસાર મીનીવાવાઝોડા સાથે શહેર અને પંથકમાં એકથી દોઢ ઇંચ જેવો ધોધમાર વરસાદ પડ્યો હતો. બાબરા જીઆઇડીસીમાં વિજપોલ ઉપર વિજળીપડી હતી. બાબરા શહેર મા આજે બપોર બાદ ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો વિજળી ના કડાકા ભડાકા સાથે વરસાદ ધોધમાર પડ્યો હતો સાથે જોરદાર મિની વાવાઝોડું ફૂંકાયું હતું શહેર અને વિસ્તારમાં પાતળા વીજપોલ તુટી પડયા હતા તેમજ મોટી સંખ્યામાં નુકસાની થઈ છે અને વિસ્તારમાં વીજપોલ પડી ગયા છે સમગ્ર શહેરમાં અંધારપટ છવાયો છે હાલ છ વાગ્યા છે ત્યારે પણ જોરદાર વરસાદ ચાલુ હતો.બાબરા તાલુકાનાં ચરખા, ઉંટવડ, લુણકી, કરીયાણા સહિતનાં ગ્રામ્ય પંથકમાં પણ પવન સાથે વિજળીનાં કડાકા ભડાકા સાથે એકથી દોઢ ઇંચ જેવો વરસાદ પડી જતા ખેતીપાકોમાં પણ નુક્શાન થયેલ છે. બાબરાનાં કૃષ્ણનગર સોસાયટી સહિત શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાયી બન્યા હતાં તેમજ 20 થી 25 વિજપોલ પડી જવાનાં કારણે બાબરામાં અંધારપટ્ટ છવાઇ ગયો છે.બાબરામાં પિતાને ઘરે 15 દિવસથી ગયેલા ગોઢાવદર ગામનાં સુમિતાબેન વિલેશભાઇ રાખોલીયા ઉ.વ.39 તેના ઘરની અગાસીએ પોતાના પુત્ર સાથે વરસાદ જોવા માટે ગયેલ તે દરમિયાન તેમના ઘર નજીક વિજળી પડતા અગાસી ઉપરથી પડી જતા ગંભીર ઇજા થતા આટકોટ ખાનગી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવેલ છે.અમરેલી તાલુકાનાં વાંકીયા અને બાબાપુરમાં વિજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. લાઠીથી વિશાલ ડોડીયાનાં જણાવ્યા અનુસાર કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વડીયાથી ભીખુભાઇ વોરાનાં જણાવ્યા અનુસાર કરા સાથે વરસાદ પડ્યો હતો.મોટા આકડીયાથી મનોજ ત્રિવેદીનાં જણાવ્યા અનુસાર પવન સાથે વરસાદનું ઝાપટુ પડ્યુ હતું. કુંકાવાવથી કિર્તીભાઇ જોષીનાં જણાવ્યા અનુસાર વિજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર સવા ઇંચ વરસાદ પડ્યો હતો. વડીયાના તોરીમાં આજે અડધો કલાક સુધી મેઘરાજાએ ધ્ાુઆધાર બેટીંગ કરી હતી અને સોપારી જેવા મોટા કરા પડ્યા હતા પવન આંધી વચ્ચે આજુબાજુના ગામોમાં પણ વરસાદના વાવડ મળ્યા છે અંદાજીત એક ઈંચ ઉપરાંતનો વરસાદ પડી ગયાના તોરીના પ્રતીનીધી શ્રી વિનુભાઈ કોટડીયાએ જણાવ્યું છે. સમગ્ર રાજ્યમાં હાલ ભર ઉનાળે વરસાદી છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમરેલી, લાઠી લીલીયા બાદ અમરેલી જિલ્લા ના છેવાડાના ગ્રામીણ તાલુકા વડિયા ના બાટવા દેવળી ગામે બપોર બાદ ભારે ઉકળાટ સાથે વરસાદી માહોલ છવાયો હતો અને વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા હતા. હાલ ઉનાળુ પાક પાકવામાં અંતિમ સમય માં છે ત્યારે આ વરસાદ ને કારણે ખેડૂતોના તલ, મગ, અડદ જેવા પાકો નુકશાન થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાતો હોય તેવુ જોવા મળી રહ્યુ છે. તેમ ભીખુભાઇ વોરાએ જણાવ્યું છે. જુના વાઘણીયા મુકામે આજે પાંચ થી છ વાગ્યે ખૂબ ખૂબ જ ગરમીમાં ઠંડાકકરી પવન વાવાઝોડું સાથે વરસાદ વરસ્યો કોઈજાન હાન થયેલનથી ગરમીમાં એક દમ ઠંડુ વાતાવરણ થઇ ગયું હતુ. વાંકીયાથી શ્રી ભરતભાઇ કાપડીયાએ જણાવ્યું છે કે, મીનીવાવાઝોડાને કારણે વિજળીનાં થાંભલાઓ પડી જતા વિજતંત્ર દ્વારા વિજ પુરવઠો પુર્વવત કરવા કામગીરી શરૂ કરાઇ છે જેમાં ગામનાં સ્વયંક સેવક યુવાનોની ટીમ પણ જોડાઇ છે અને સૌ પ્રથમ જ્યોતિગ્રામ યોજનાની વિજળી શરૂ કરવા પ્રયાસો શરૂ કરાયા છે.

Latest articles

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...

ગામડાઓમાં કોઈ રોજગાર નથી એમ કહેવાય છે પરંતુ આવડત હોય એ તો ગામડામાં પણ સારી કમાણી કરે છે

છાને પગલે હવે શહેરો ખાલી થવા લાગ્યા છે. શહેરના ખર્ચને પહોંચી વળાય એમ નથી....

Latest News

06-12-2024

05-12-2024

મરવા મજબુર કર્યાની અમરેલી જિલ્લા પંચાયતના સદસ્ય સહિત છ સામે ફરિયાદ

સાવરકુંડલા, સાવરકુંડલાની કોર્ટમાં દવા ગટગટાવી આપઘાત કરનાર ખોડીયાણા ગામનાં મનસુખભાઇ વાઘમશીનાં મૃત્યુનાં કેસમાં તેના ભાઇએ...